રિપોર્ટ@જામનગર: 2 દિવસથી ગુમ પિતા-પુત્રના મૃતદેહ મળ્યા, વધુ વિગતે જાણો

દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે
 
રિપોર્ટ@જામનગર: 2 દિવસથી ગુમ પિતા-પુત્રના મૃતદેહ મળ્યા, વધુ વિગતે જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જામનગરમાં2 દિવસ પહેલા વરસાદી પાણીમાં લાપતા થયેલા પિતા-પુત્રના આજે મૃતદેહો મળી આવ્યા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાયેલી છે. 

મળતી માહિતી અનુસાર જામનગર શહેરમાં 2દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સત્યમકોલોની અંડરબ્રિજ નજીક 27મી તારીખે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા પિતા પુત્ર અકસ્માતે પાણીમાં તણાયા હતા અને લાપતા બન્યા હતા. આજે સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.