રિપોર્ટ@જામનગર: માતાએ 3 સંતાનોને કૂવામાં ફેંકી અને પોતે આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?

પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
 
રિપોર્ટ@જામનગર: પરણીતાએ 3 સંતાનોને કૂવામાં ફેંકી અને પોતે આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ભયાનક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જામનગરથી હૃદય કંપાવી ઉઠે એવી મોતની ભયાનક ઘટના સામે આવી છે.  જામનગરના ધુતારપર ગામમાં ખેતમજૂરી કરતી એક મહિલાએ તેના ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી દેતા ચકચાર મચી છે.ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ત્રણેય માસૂમ સાથે માતાનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.


જામનગરના ધુતારપર ગામમાં રહેતા દિનેશ કોટડીયાની વાડીમાં મધ્યપ્રદેશના ખેતમજૂરનો પરિવાર રહેતો અને ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. માતા સંગીતાબેને આજે તેમની પાંચ વર્ષીય પુત્રી મમતા, 3 વર્ષીય પુત્રી અંજલી અને 9 માસનો પુત્ર શોધનને કૂવામાં નાખ્યા બાદ પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. ઘટના અંગે ગામના સરપંચને જાણ કરાયા બાદ ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી એક બાદ એક ચારેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ મામલે પીએસઆઈ અરવિંદ પટેલે 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના ધુતારપર ગામે મૂળ મધ્યપ્રદેશની મહિલા ખેતમજૂરે પોતાના ત્રણ બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. હાલ ચારેયના મૃતદેહોને બહાર કાઢી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.