રીપોર્ટ@જામનગર: પિઝામાંથી જીવાત-વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ,વધુ વિગતે જાણો

વિવિધ શહેરોની મોટી મોટી બ્રાંડની ખાવાની દુકાનોમાંથી જીવડાં નીકળવાની વાતો બહાર આવી રહી છે. ત્યારે જામનગરમાંથી આજે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરનો એક્સ આર્મી મેનનો પરિવાર યુએસ પિઝા ઝોનમાં પિઝા ખાવા ગયા હતા. જ્યાંથી પિઝામાંથી જીવાત-વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, શુક્રવારે જામનગરના છાશવાલાના આઇસ્ક્રીમમાંથી પણ જીવાત નીકળી હતી.જોકે, આવી ફરિયાદ બાદ યુએસ પિઝાના દુકાનદારે માફી માંગી હતી. જોકે, ગ્રાહક પી. પી. ગોસ્વામી આજે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાના છે.
પરિવાર યુએસ પિઝાના આઉટલેટમાં પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાંથી પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે
નોંધનીય છે કે, જામનગરમાં આવી જ એક ઘટના શુક્રવારે પણ બની હતી. જામનગરના બહુ પ્રચલિત છાશવાલા પાર્લરમાંથી જીવાત મળી આવી હતી. આ ફ્રેન્ચાઇઝની દુકાનો અમદાવાદ સહિત ઘણા શહેરોમાં જોવા મળે છે અને ઘણા લોકોમાં છાશથી લઈ આઇસક્રીમ સુધીની આઇટમો ફેમસ પણ છે. પણ હવે જામનગરમાં આ સમાચાર મળી આવતા ફૂડ વિભાગે પગલાં લેવાની ફરજ પડી છે.સમગ્ર મામલે એક જાગૃત ગ્રાહકે આ બાબતની ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ફરિયાદ મહાપાલિકાના ફૂડ વિભાગને કરવામાં આવી હતી અને ફરિયાદનાં પગલે ફૂડ શાખાએ આઉટલેટ પહોંચી પંચનામું કરી નમૂના લીધા હતા.