રિપોર્ટ@જામનગર: અસામાજિક પ્રવૃતિઓ કરનાર ગુનેગારો સામે તંત્ર એકશનમાં, જાણો વિગતે
ગેરકાયદે બંગલા પર તંત્રનું બુલડોઝર ફર્યું
Dec 31, 2023, 12:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જામનગરમા અસામાજિક પ્રવૃતિઓ કરનાર ગુનેગારો સામે તંત્ર એકશનમાં છે. કુખ્યાત રજાક સાઈચાનાં ગેરકાયદે બંગલા પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. અનેક ગુનાઓને અંજામ આપનાર આરોપીનું ગેરકાયદે ઘર પાડી દેવાયુ છે. આરોપી રજાક સાઈચા વિરૂદ્ધ વધુ બે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાઈ છે. તો બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખાલી કરવામાં આવી છે.
તો આરોપી અને તેના પરિવાર સામે જિલ્લામાં 50 થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે. તો પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે. તો આ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગોધરા ખાતે પોલીસ આવાસના લોકાર્પણ દરમિયાન પ્રતિક્રિયા આપતા શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.