બનાવ@જામનગર: યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો

પ્રેમસંબંધમાં ગુમસુમ રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે
 
આત્મહત્યા@રાજકોટ: પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. જામનગર નજીકના લાલપુરના નવી વેરાવળ ગામે પ્રેમસંબંધમાં ગુમસુમ રહેતા યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા ભરત પરબતભાઈ કરમુરે ગઈકાલે પોતાના ઘેર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું ગઈ રાત્રે મૃત્યુ નીપજ્યું છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવાનને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતી પોતાના જ કુટુંબની પરિચિત એવી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.પરંતુ છેલ્લા બે દિવસથી પ્રેમ પ્રકરણમાં પોતે ગમસૂમ રહેતો હતો અને તેના કારણે ઝેર પી લીધું હોવાનું જણાવાયું છે.

જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. પ્રેમમાં નાસીપાસ યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યાના આ બનાવે નાના એવા નવી વેરાવળ ગામે ભારે ચકચાર મચાવી છે.