રિપોર્ટ@ગુજરાત: વીજળી પડતા 3 ભેંસોનાં મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
વીજળી પડતા 3 ભેંસોનાં મોત
Jul 31, 2024, 15:08 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. વરસાદના કારણે વીજળી પણ પડતી હોય છે. વીજળી પડવાની ઘટનાઓ ખુબજ વધી ગયા છે. વીજળી પડવાથી 3 પશુઓના મોત નીપજ્યા.
અંજાર તાલુકાના નીગાળ ગામમાં પશુપાલક જરુ શંભુ નારાણ કરસનની વાડીએ બાંધેલા પશુ (ભેંસ)ઉપર અવકાશી વીજળી પડતાં 3 પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
રાત્રે પશુઓ વાડીએ બાંધેલા હતા. સવારના સમયે અવકાશી વીજળી પડતાં 3 પશુના મોતના કારણે પરિવાર ઉપર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.