રિપોર્ટ@ગુજરાત: વિધવાની હત્યા મામલે ઘટસ્ફોટ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પોલીસે લોહીથી ખરડાયેલુ કટર કબજે લીધુ
 
 રિપોર્ટ@ગુજરાત: વિધવાની હત્યા મામલે ઘટસ્ફોટ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ  કોઈને કોઈ જગ્યાએથી ,મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. સાવરકુંડલામાં ગઇરાત્રે ફ્રેન્ડસ સોસાયટીમાં રહેતા બીનાબેન પાઠકની હત્યા તેમની જ પુત્રવધુ શ્વેતા અને વેવાણ સોનલ કિરીટ શાસ્ત્રીએ લાદી કાપવાના કટર વડે ગળુ કાપીને હત્યા કર્યાનુ ખુલ્યુ છે. મૃતક બીનાબેન પાઠકનો પુત્ર વૈભવ બેંકમાં નોકરી કરે છે. ગઇકાલે અમદાવાદથી તેના સાસુ સોનલ શાસ્ત્રી મહેમાન બનીને આવ્યા હતા. તે સાંજે જયારે નોકરી પરથી ઘરે પહોંચ્યો ત્યારે ઘરમા માતાની લોહીલુહાણ હાલતમા લાશ પડી હતી. પોલીસે લાશ કબજે લઇ પુછપરછ શરૂ કરતા ચોંકાવનારી વિગત ખુલી હતી. શ્વેતાને તેની સાસુ બીનાબેન સાથે કંકાસ રહેતો હોય અને તેમની પાસે મોટી મિલકત હોય તેણે જ હત્યાનો પ્લાન ઘડયો હતો અને માતાને ફોન કરી અમદાવાદથી કટર સાથે સાવરકુંડલા બોલાવ્યા હતા. રાત્રે સ્વેતાએ સાસુ બીનાબેન ઉપર મરચું છાંટી પકડી રાખી હતી અને વેવાણ સોનલે કટરથી બીનાબેનનું ગળુ કાપી નાખ્યું હતું.

વૈભવ પાઠક રાજુલાની ખાનગી બેંકમા નોકરી કરે છે અને આઠ માસ પહેલા જ અમદાવાદના સોનલ કિરીટભાઇ શાસ્ત્રીની પુત્રી શ્વેતા સાથે તેના લગ્ન થયા હતા. પરંતુ શ્વેતાને સાસુ સાથે અણબનાવ રહેતો હતો. માતા પુત્રીએ પોલીસની પ્રાથમિક પુછપરછમા જ મૃતક બીનાબેનના પુત્ર વૈભવ પર તેની માતાની હત્યાનુ આળ નાખવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે થોડી પુછપરછ કરતા જ સત્ય સામે આવી ગયુ હતુ.

સ્થાનિક પોલીસે હત્યામા વપરાયેલુ લોહીથી ખરડાયેલુ ઇલેકટ્રીક કટર ઉપરાંત લોહીના ડાઘવાળો રૂમાલ, દરવાજા નજીકથી માથાના વાળા તથા હત્યામા વપરાયેલ અન્ય સાધનો પુરાવા તરીકે કબજે લીધા હતા.