રિપોર્ટ@મહેસાણા: વાહનોના નવા ટાયરોની ચોરી કરનારા 3 આરોપીઓને એલસીબીએ દબોચ્યા

પોલીસે ટાયરોની ચોરી કરેલો માલ કબ્જે કર્યો 
 
રિપોર્ટ@મહેસાણા: વાહનોના નવા ટાયરોની ચોરી કરનારા 3 આરોપીઓને એલસીબીએ દબોચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. હાલમાંજ મહેસાણા જિલ્લામાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે. શિયાળાની સિઝન દરમિયાન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે.ત્યારે થોડા દિવસ અગાઉ શહેરના એપોલો ટાયરના વેર હાઉસમાં ટાયર ચોરીની ઘટના સામે આવી હતી જે તસ્કરોને મહેસાણા એલસીબી ટીમે ટાયરો સાથે ઝડપી વધુ તપાસ આદરી છે.

સમગ્ર કેસમાં પોલીસે રાવળ સુહાશ અશોકભાઈ  ઠાકોર, પંકજજી વેલાજી ઠાકોર  અને ઠાકોર અલ્પેશજી સુરસંગજી તમામ આરોપીને પાચોટ ગામના હતા, તેમને પોલીસે જડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓએ થોડા દિવસ પહેલાજ મહેસાણાના એપોલા ટાયરના વેર હાઉસમાંથી ટાયરોની ચોરી  કરી હતી. 

બનાવ અંગેની  ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસમાં નોધાઇ હતી. સમગ્ર કેસમાં પોલીસે 3 લાખની ઇકો, 3 મોબાઈલ , ચોરી કરેલા  ટાયરોનો મુદામાલ કબ્જે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 

બનાવ અંગે પોલીસે જણાવ્યું કે ચોરી કરનાર ટોળકીમાં  સુહાસ રાવળ નામનો આરોપી  અગાઉ એપોલો વેર હાઉસમાં નોકરી કરતો હતો. કોઈ અગમ્ય કારણોસર તેણે નોકરી માંથી  કાઢી મુકવામાં આવ્યો હતો. તેને પોતાની  ટોળકી સાથે મળી સમગ્ર ટાયરોની  ચોરી કરી હતી.  પોલીસે ટાયરોની ચોરી કરેલો માલ કબ્જે કર્યો હતો.