રિપોર્ટ@ગુજરાત: ₹1.20 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જાણો વધુ

દારૂ-જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે.
 
રિપોર્ટ@ગુજરાત: ₹1.20 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા સરખેજ-બાકરોલ ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ઘેટાં-બકરાંનાં ઊનની આડમાં સંતાડીને ચંદીગઢથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો ₹1.20 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

દારૂ-જુગારથી કમાતા હોય તેવા પોલીસકર્મચારીઓના પટ્ટા ઊતરી જવાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરેલા નિવેદનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડાયો છે. ત્યારે દારૂ-જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે. હવે જોવાનું રહ્યું કોંગ્રેસ આ મુદ્દે શું કરે છે.