રિપોર્ટ@ગુજરાત: ખ્યાતિકાંડના 4 ફરાર આરોપી સામે LOC જાહેર, જાણો વધુ વિગતે

અમદાવાદ પોલીસ દ્વારા આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
 
રિપોર્ટ@ગુજરાત: ખ્યાતિકાંડના 4 ફરાર આરોપી સામે LOC જાહેર, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખ્યાતિકાંડ મામલે 3 તબીબ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાયાના આઠ દિવસ બાદ પણ ડો. પ્રશાંત વઝીરાણી સિવાયના અન્ય 4 આરોપી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ પોલીસ દ્વારા આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. 

ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે એક્શનમાં જોવા મળી રહી છે. ક્રાઈમ બ્રાંચે આજે હોસ્પિટલ પર પહોંચી તપાસ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા હતા. જે ચાર આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે તેમની સામે લુક આઉટ સર્ક્યુલર(LOC)નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.

એની જાણ દેશનાં તમામ એરપોર્ટ પર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે આરોપીઓનાં ઘર અને ઓફિસ પર દરોડો પાડી જરૂરી પુરાવાઓ પણ એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.