રિપોર્ટ@લુણાવાડા: એસીબીએ તલાટી કમ મંત્રીને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા, જાણો પછી શું થયું ?

અન્ય લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ
 
કાર્યવાહી@કાલાવડ: લાંચ લેતા કેસમાં તલાટી મંત્રીને અદાલતે ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.15000 દંડ ફટકાર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક FI

મળેલી વિગતો અનુસાર લુણાવાડાતાલુકાના  રાજગઢ ગામે  ફરિયાદીના પિતાએ એક  પાકું મકાન બનાવ્યું હતું. આ  મકાન ઉપર IDFC  FIST BANK લુણાવાડા   ખાતેથી ૭,૦૦,૦૦૦ રૂપિયાની માર્ગજ લોન મંજુર થયેલ હતી. બેંક દ્વારા  ૭ લાખનાબોજાવાળી મકાનની આકારણીની માંગણી કરી હોય જેને લઇ ફરિયાદી રાજગઢ તલાટી કામ મંત્રી પિયુષભાઈ મંગળભાઈ પટેલને મળ્યા હતા. 

આકરણીની માંગણી કરેલ હોય જે  આકરણી કરી આપવા  માટે ૭,૦૦૦ રૂપિયાની  લાંચની   માંગણી કરી હતી.  ફરિયાદી  લાંચ આપવા માગતા ન હોય જેથી  મહીસાગર  લુણવાડા  એસીબીમાં ફરિયાદ કરી હતી. મહિસાગર એસીબીએ  ફરિયાદી  સાથે મળી છૂટકુ  ગોઠવ્યું  હતું. 

તે મુજબ  આજરોજ રાજગઢ તલાટી પિયુષભાઈ પટેલ વરઘડી  રોડ, લુણવાડા  સ્વામીનારાણ મંદિર  સામે રાજ  સ્ટોર્સ  કલર ઝેરોક્ષ્  ખાતે  ૭,૦૦૦ રૂપિયાની  લાંચ લેતા એસીબીએ  રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો. મહીસાગર એસીબીએ તલાટી કમ  મંત્રીને લાંચ લેતા ઝડપી પડવાના બનાવ ને લઇ અન્ય લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા  પામ્યો  છે.