રિપોર્ટ@મહેસાણા: નરાધમ બાપે સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરી અને ગર્ભવતી બનાવી

કોલેજમાં માળીનું કામ કરતાં
 
રિપોર્ટ@દાહોદ: 20 વર્ષીય યુવતીનું અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યું, પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. મહેસાણા પંથકના વડસ્મા ગામની આયુર્વેદિક કોલેજમાં રહેતા અને માળી તરીકે કામ કરતા ઉત્તર પ્રદેશના શખ્સે સગી દીકરીને કોલેજની રહેણાંક ઓરડીમાં પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. દીકરીને દવાખાને લઈ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યા બાદ પુત્રીએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી પિતાને હસ્તગત કર્યો છે.

વડસ્મા આર્યુવેદિક કોલેજની રહેણાંક ઓરડીમાં ઉત્તર પ્રદેશનો આધેડ 17 વર્ષની દીકરી અને 21 વર્ષના દીકરા સહિત બે સંતાનો સાથે રહે છે. જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશમાં રહે છે. જે અંદાજે બે વર્ષથી કોલેજમાં માળી તરીકેનું કામ કરે છે. બે દિવસ પૂર્વે 17 વર્ષની સગીર દીકરીને ઉલટી વળતી હોઇ નજીકના દવાખાને લઈ જતાં ડોક્ટરને તેણી ગર્ભવતી હોવાની ખબર પડી હતી. જેને લઇ તેમણે સગીરાને આ અંગે પૂછતાં રડતાં રડતાં તેણીએ પોતાના પિતાએ જ એક મહિના પૂર્વે પોતાના ઉપર ઓરડીમાં દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોતે આ અંગે કોઈને ના કહે તે માટે પિતાએ ઉત્તર પ્રદેશમાં રહેતી માતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સમગ્ર ઘટના અંગે સ્થાનિક તબીબે લાંઘણજ પોલીસને જાણ કરતાં પોલીસે તેના ભાઈને જાણ કરી હતી. બહેન ઉપર નીચ કૃત્ય કરનારા નરાધમ પિતા વિરુદ્ધ તેણે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ, છેડતી અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાને હસ્તગત કરી પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પૂર્વે મહેસાણામાં પણ માતાની ગેરહાજરીનો લાભ લઈ પિતાએ સગીર દીકરી ઉપર છ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.