રિપોર્ટ@માળિયા: સબસીડી વાળા રાસાયણિક અને નીમ કોટેડ યુરીયાનો ખાતરના જથ્થાની હેરાફેરી કરનાર 4 વિરુદ્ધ ગુનો નોંધાયો

 શંકાસ્પદ યુરીયાનું સેમ્પલ લેવા જણાવ્યું હતું
 
 રિપોર્ટ@માળિયા: સબસીડી વાળા રાસાયણિક અને  નીમ કોટેડ યુરીયાનો ખાતરના જથ્થાની હેરાફેરી કરનાર 4 વિરુદ્ધ ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સબસીડી વાલા રાસાયણિક ખાતર નીમ કોટેડ યુરીયાનો ખેતીમાં ઉપયોગ કરવાને બદલે ઓદ્યોગિક હેતુસર ઉપયોગ કરવાના હેતુથી સબસીડી વાળા ખાતરનો જથ્થો ટ્રકમાં ભરીને પરિવહન કરવામાં આવતો હોય જે ટ્રક ઝડપાયો હતો અને પ્રયોગશાળાના રીપોર્ટમાં ખેતી માટેનું ખાતર હોવાનું ફલિત થતા વાહનના માલિક, અમદાવાદના વેપારી અને ગાંધીધામના વેપારી સહીત ચાર વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માળિયાના ખેતી અધિકારી તરંગભાઈ અશોકભાઈ ફળદુએ આરોપી મહેશભાઈ વિરમભાઇ મેવાડા રહે વલ્લભીપુર જી ભાવનગર, વાહન માલિક પદુભા રહે ગાંધીધામ તેમજ અમદાવાદના વેપારી શ્રી કટારીયા એન્ટરપ્રાઈઝ અને ગાંધીધામના વેપારી શ્રી મેં. બ્લુ ડાયમંડ એ ડબલ્યુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તરંગભાઈ ફળદુ માળિયા તાલુકામાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા હોય અને ગત તા. ૨૦-૧૦-૨૩ ના રોજ નાયબ ખેતી નિયામક કચેરી મોરબી તાલુકા સેવા સદન ખાતે હાજર હોય ત્યારે રાજ્ય વેરા અધિકારી ગાંધીધામના પત્ર અન્વયે શંકાસ્પદ યુરીયાનું સેમ્પલ લેવા જણાવ્યું હતું.

જેથી તાલુકા સેવા સદન ખાતે પાર્કિંગમાં પડેલ ટ્રક જીજે ૧૨ બીવી ૧૬૩૬ વાળી માળિયા રેલ્વે ઓવરબ્રિજ ઉતરી ખીરઈ ના પાટિયા પાસેથી ગત તા. ૨૧-૦૯-૨૦૨૩ ના રોજ ઝડપી લેવામાં આવી હતી જેના ડ્રાઈવર મહેશભાઈ વિરમભાઇ મેવાડા અને ટ્રકના માલિક પદુભા હોવાનું જણાવ્યું થું અને બીલ રજુ કરેલ જેના પરથી અમદાવાદના વેપારી દ્વારા ગાંધીધામના વેપારીને માલ વેચાણ કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું જેના સેમ્પલ લઈને જુનાગઢ પ્રયોગશાળાને મોકલ્યા હતા અને પ્રયોગશાળા તરફથી મળેલ રીપોર્ટ મુજબ ટ્રકમાં ભરેલ અંદાજીત ૫૦ કિલોગ્રામ વજનની કુલ ૬૮૬ નંગ બેગમાં રહેલ જથ્થો ખેત વપરાશ અંગેનું સબસીડી યુક્ત નીમ કોટેડ યુરીયા ખાત્ર હોવાનું પ્રસ્થાપિત થયું હતું.

આમ સબસીડી યુક્ત ખેત વપરાશ અંગેના રસાયણિક નીમ કોટેડ યુરીયાનું ખેત વપરાશને બદલે અન્ય હેતુઓ માટે વપરાશ થતો હોવા બદલ ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ની કલમ ૨૫ (૧) નો ભંગ થતો હોય અને આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૫૫ ના કલમ ૩ ના ભંગ બદલ તેમજ કાયદાની કલમ ૭ (૧) (એ) હેઠળ સજા તેમજ દંડને પાત્ર ગુનો થયેલ હોય જેથી ટ્રકના ડ્રાઈવર, ટ્રકના માલિક તેમજ માલ અમદાવાદ અને ગાંધીધામના વેપારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.