રિપોર્ટ@મહેસાણા: ડિગ્રી વિનાના બોગસ તબીબને પોલીસે ઝડપ્યો અને તેની અટકાયત કરી

 ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાંથી  ડીગ્રી વિનાનો બોગસ તબીબ ઝડપાયો. વડનગર તાલુકાના જાસ્કા ગામે ડિગ્રી વિનાના બોગસ તબીબને પોલીસે ઝડપી લઈ દવા સહિતનો રૂ.29807નો મુદ્દામાલ કબજે લઈ તેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડનગર તાલુકાના જાસ્કા ગામે જોશી સચિન કુમાર નવીનચંદ્ર (રહે.પાન્છા તા.ખેરાલુ) ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવતો હોવાની બાતમીની આધારે 20 માર્ચના રોજ પીઆઈ પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આરોગ્ય વિભાગને સાથે રાખી રેડ કરી હતી.જ્યાં તબીબ પાસે ડિગ્રીના દસ્તાવેજ માગતાં ન હતી.ડિગ્રી ન હોવા છતાં ગજાનંદ નામે ક્લિનિક ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.આથી પોલીસે એલોપેથીક દવાઓ,મેડીકલને લગતા સાધનો સહિત કુલ રૂ.29807ના મુદ્દામાલ કબજે લઈ તાલુકા હેલ્થ ઓફિસરની ફરિયાદને આધારે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.