રિપોર્ટ@મહેસાણા: 1 કરોડ 40 લાખના ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ફરાર આરોપી મહેસાણાથી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુંબઈના લોકમાન્ય તિલક માર્ગ પોલીસમાં નોધાયેલા 1 કરોડ 40 લાખના સોનાના કોઈનાના ચોરીના ગુન્હામાં સડોવાયેલ ફરાર આરોપી રમેશ ચૌધરી મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ હોટલ ખાતેથી બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો.
મહેસાણા એલસીબી ટીમના માણસોને બાતમી મળી હતી કે મહેસાણા ઊંઝા હાઇવે પર દર્શન હોટલ નજીક એક શંકાસ્પદ ઇસમ ઉભેલ છે. બાતમી મળતા એલસીબી ટીમ હોટેલ પાસે જઈ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ખાખરવાડા ગામના રમેશકુમાર ચૌધરીને ઝડપી લીધો હતો.
તપાસ દરમિયાન ઝડપેલ આરોપી આજથી બે માસ અગાઉ મુંબઈ ખાતે ઠાકુર દ્વ્રાર રાધા નિવાસ ત્રણ મજલા ખાતે સોનાના કોઈન બનાવવાની ફેકટરી રિદ્ધિ સિદ્ધિ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી સોનાના અલગ અલગ ગ્રામના કોઈની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
સમગ્ર મામલે મહેસાણા એલસીબી ટીમે મુંબઈ શહેર પોલીસને સમ્પર્ક કરીને તપાસ કરતા આ આરોપી ચોરી કેસમાં તેના સામે લોક માન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાયો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર કેસમાં મહેસાણા એલસીબી ટીમે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી માટે મહેસાણા બી ડિવિઝન પોલીસને સોપ્યો હતો.