રિપોર્ટ@મહેસાણા: 2 જૂથો વચ્ચે નજીવી બાબતમાં અથડામણ, મહિલાઓ અને યુવકો ઉપર લાકડીઓ અને ધોકા વડે હુમલો

પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની  ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી લડાઈ- ઝગડાના  બનાવો સામે આવતા હોય છે.  કડીના કરણપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી અને ધીંગાણું થયું હતું. છેલ્લા ઘણા સમયથી બે જૂથ વચ્ચે નજીવી બાબતમાં અંગત અદાવત ચાલી રહી છે. જ્યાં એક સમાજનું જૂથ બીજા સમાજના મહિલાઓ ઉપર તેમજ યુવકો ઉપર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરી નાખ્યો હતો અને વાહનોને તોડફોડ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડીના કરણપુર વિસ્તારમાં રહેતા વિપુલભાઈ પટેલ કે જેઓ છુટક કામ ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. વિપુલભાઈ પટેલ પોતાના ઘરે કરણપુરમાં શુક્રવારે બપોર દરમિયાન હાજર હતા અને તેમના પડોશમાં રહેતા સવિતાબેનની તબિયતના તંદુરસ્ત હોવાથી તેઓ તેમના ઘરે પોતાનું વાહન એક્ટીવા લઈને ગયા હતા અને દવા લાવવા બાબતે પૂછતા હતા, ત્યારે કરણપુર ઠાકોર વાસમાં રહેતા બચુજી પોપટજી ઠાકોર અને પીન્ટુજી પોપટજી ઠાકોર બંને ભાઈઓ વિપુલ પાસે આવેલા અને કહેવા લાગ્યા હતા કે, આજે તો તને જીવતો નથી છોડવાનો જેવું કહીને આડેધડ પોતાના હાથમાં રહેલ લાકડીઓ વડે વિપુલ પટેલ ઉપર તૂટી પડ્યા હતા. જ્યાં બૂમાબૂમ થતા આજુબાજુના અન્ય લોકો આવી પહોંચ્યા હતા તેમજ વિપુલને મારમાંથી બચાવ્યો હતો. તેની પત્ની તેમજ અન્ય લોકોને પણ ધાક ધમકીઓ આપીને બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

એકાએક કરણપુરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી કરણપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ કેર મચાવી દીધો છે. સમગ્ર વિસ્તાર અસામાજિક તત્વો દ્વારા બાનમાં લઈ દીધો હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. તો બીજી તરફ કરણપુરના ઠાકોરવાસમાં રહેતા અને વાંસની બહાર એક નાનો ગલ્લો કરિયાણાનો ધંધો વ્યવસાય કરી પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. તેમજ તેમના પતિ છૂટક કામ ધંધો કરી રહ્યા છે.

આજે તેઓ પોતાના ધંધા ઉપર હાજર હતા, ત્યારે ત્રણ ઈસમો આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે આ તમારો ધંધો હવે પછી ચલાવવા દેવાનો નથી તેવું કહીને આડેધડ ગલ્લાની અંદર તોડફોડ કરી હતી. ગલ્લામાં પૂજાબેનના સસરા પણ બેઠેલા હતા તેઓને પણ મારવામાં આવેલો હતો. પૂજાબેન તેમજ તેમના સસરા મારથી બચવા માટે તેમના ઘર તરફ ભાગ્યા હતા, પરંતુ આવેલા ઈસમો તેમના ઘરે જઈને તેમના પરિવારને પણ માર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને કઈ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને સામસામે ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી કરણપુરમાં બે જૂથ વચ્ચે અંગત અદાવતને લઈ રસાકસી જોવા મળી હતી. જ્યાં ઉગ્ર સ્વરૂપ શુક્રવારે જોવા મળ્યું હતું. કરણપુરમાં રહેતા સુરેશભાઈ ચતુરભાઈ પટેલ પોતાના ખેતરે દેત્રોજ રોડ ઉપર હાજર હતા, ત્યારે બીજા જૂથના ઇસમો હાથમાં ધોકા અને લાકડીઓ તેમજ ધારીયા લઈને ખેતરમાં આવી પહોંચ્યા હતા અને ખેતરમાં કામ કરતાં સુરેશભાઈ પટેલ ઉપર હીચકારો હુમલો કરી નાખ્યો હતો તેમજ બાઈકને તોડફોડ કરવામાં આવી હતી. સુરેશભાઈને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મામલો ઉગ્ર સ્વરૂપ બનતા કડી પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી.

એકાએક કડી શહેરના કરણપુર વિસ્તારમાં તંગદીલી જેવો માહોલ થઈ જતા મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલ, એલસીબી પીઆઇ, નંદાસણ, બાવલુ, સાંથલ સહિતનો કાફલો કડી ખાતે આવી પહોંચ્યો હતો અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.