રિપોર્ટ@મહેસાણા: વિસનગરના બોકરવાડામાં દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો

પીપમાંથી 1040 લિટર દેશી દારૂ ગાળવાનો કેમિકલયુક્ત વોશ મળી આવ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડા ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ ગાળવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. વિસનગર તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કેનાલ પાસે આવેલા એક ખેતરમાં રેડ કરી હતી.

પોલીસે ખેતરમાં તપાસ કરતાં જમીન પર મૂકેલા 5 પીપ અને જમીનમાં દાટેલા 8પીપ મળીને કુલ13 પ્લાસ્ટિકના પીપ મળી આવ્યા હતા. આ પીપમાંથી આશરે 1040 લિટર દેશી દારૂ ગાળવાનો કેમિકલયુક્ત વોશ (કિંમત રૂ. 26000) મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સેમ્પલ બોટલ સીલ કરી બાકીનો વોશ નાશ કર્યો હતો.

આ ગેરકાયદે દારૂની ભઠ્ઠી બોકરવાડાના ઠાકોરવાસમાં રહેતા ધરમસિંહ ઉર્ફે ટીપો દિવાનજી ઠાકોર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ દરોડા દરમિયાન આરોપી ખેતરમાં હાજર મળ્યો ન હતો. વિસનગર તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.