રિપોર્ટ@મહેસાણા: પોલીસે રૂ.90 લાખના કપડાંના કાર્ટૂન સહિત ચોરીનો મુદ્દામાલ ભરેલી ટ્રક જપ્ત કરી

 2 શકમંદોને ઝડપી પાડ્યા હતા.
 
 રિપોર્ટ@મહેસાણા: પોલીસે પાર્કિંગમાંથી રૂ.90 લાખના કપડાંના કાર્ટૂન સહિત ચોરીનો મુદ્દામાલ ભરેલી ટ્રક જપ્ત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોરી,લુંટફાટ અને બળત્કારના ગુના ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આ બધા ગુનાઓ સામે આવતા હોય છે. નંદાસણ પોલીસે મહેસાણા હાઇવે પર ગાર્ડન સફારી હોટલના પાર્કિંગમાંથી રૂ.90 લાખના કપડાંના કાર્ટૂન સહિત ચોરીનો મુદ્દામાલ ભરેલી ટ્રક જપ્ત કરી 2 શકમંદોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રક સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કર્યો હતો.

પીએસઆઈ કે.બી. દેસાઈને ખાનગી રાહે બાતમી મળી કે એક નંબર પ્લેટ વગરની ટ્રકમાં બે શખ્સો ચોરીનો માલ લઈને ફરે છે અને આ સામાન કોઈને વેચવાની ફિરાકમાં છે. જે આધારે પોલીસે નંદાસણ-મહેસાણા હાઇવે પર ગાર્ડન સફારી હોટલના પાર્કિંગમાં રહેલી ટ્રક સાથે સુરેન્દ્રસિંહ રાજપૂત (રહે.દાંતરાઈ, રાજસ્થાન) અને માજીદખાન સિંધીને ઝડપી પાડ્યા હતા.

ટ્રકમાં ભરેલા માલસામાન અંગે પૂછતાં કપડાનાં કાર્ટૂન ભરેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે આ માલ ભીલવાડાથી મુંદ્રા પોર્ટ લઈ જવાનો હતો. કન્ટેનરમાં માલ લઈ સલીમ નામના ડ્રાઈવરને મોકલ્યો હતો ત્યારે સલીમે ટ્રક અને આઇસરમાં માલ ખાલી કરાવી દીધો હતો અને આ માલ આ બે શખ્સો લઈ વેચાણ કરવાની ફિરાકમાં હતા.

ભીલવાડાથી મુંદ્રા પોર્ટ લઈ જવાનો માલ સગેવગે કરી દેવાયો હતો