રિપોર્ટ@મહેસાણા: ભાદરવી પૂનમનાં મેળોમાં મહેસાણા એસટી વિભાગને 66 લાખ રૂપિયાથી વધુની આવક થઇ

મહેસાણા એસટી વિભાગ દ્વારા ડિવિઝન હેઠળ આવતા ડેપો પરથી અંબાજી જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

 
રિપોર્ટ@મહેસાણા: ભાદરવી પૂનમનાં  મેળોમાં  મહેસાણા એસટી વિભાગને 66 લાખ રૂપિયાથી વધુની આવક થઇ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ છે. લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે.  ધર્મ ભક્તિ અને આસ્થાના આ અવસરની ઉજવણીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર્થે અંબાજી યાત્રા કરતા હોય છે.ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમમાં મહા મેળામાં શ્રદ્ધાળુ ને વ્યવસ્થા અને સેવા આપવા સરકારી તંત્ર સહિતની સંસ્થાઓ ખડે પગે રહી છે.

મહેસાણા એસટી વિભાગ દ્વારા ડિવિઝન હેઠળ આવતા ડેપો પરથી અંબાજી જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસમાં જ ડિવિઝનને 66 લાખથી વધુની આવક થઈ છે.

યાત્રાળુઓને પરિવહનની પ્રાથમિક અને મહત્વની સેવા આપતું જીએસઆરટીસી તંત્ર પણ પોતાની ફરજમાં કાઠું કાઢી સફળતા મેળવી રહ્યું છે.જીએસઆરટીસી દ્વારા અંબાજી દર્શનાર્થે જતા યાત્રીઓની સેવામાં દર વર્ષની જેમ એસટી બસોની સેવા આપવામાં આવે છે.જેમાં તંત્રના સુચારૂ આયોજનથી મહેસાણા ડિવિઝન દ્વારા ચાર દિવસમાં 397 બસો દ્વારા 1368 ટ્રીપો નું આયોજન કર્યું હતું.

જેમાં એસટી તંત્રની નવી બસો અને અનુભવી તાલીમ બંધ સ્ટાફ દ્વારા કુલ 1,75,362 કિલોમીટરનું અંતર કાપી 66,990 જેટલા મુસાફરોને સલામત મુસાફરી કરાવવામાં આવી હતી જેમાં મહેસાણા જીએસઆરટીસી વિભાગને 5 દિવસમાં 66,79,349 રકમ ની આવક અત્યાર સુધીમાં થઈ છે.અંબાજી મેળામાં ફરજ પર જતાં GSRTc મહેસાણા વિભાગના સ્ટાફ દ્વારા ધાર્મિક પૂજા હવન કરી કોઈ વિઘ્ન ન આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.