રિપોર્ટ@મહેસાણા: TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય કરાતા કેટલાક જવાનો હડતાળ પર ઉતર્યા
100 થી વધુ ટી.આર.બી જવાનો કામગીરીથી અળગા રહી વિરોધ
Nov 20, 2023, 14:19 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્ય સરકાર દ્વારા ટી.આર.બી જવાનોને છૂટા કરવાના નિર્ણય પગલે આજે મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં ટી.આર.બી જવાનો હડતાળ પર ઉતર્યા છે.જેના કારણે અનેક શહેરોમા આજે મોટો ટ્રાફિકજામ સર્જાયો છે.મહેસાણામા પણ આજે 100 થી વધુ ટી.આર.બી જવાનો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે.જેના પગલે મહેસાણા શહેરમા આજે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા છે.રાધનપુર ચોકડી,મોઢેરા ચોકડી,ગોપીનાળા અંદર બહાર મોટો ટ્રાફિક સર્જાયો છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનો ફસાતા લોકો પરેશાન થયા હતા.