રિપોર્ટ@મહેસાણા: યુવાન છાતીમાં દુ:ખાવો ઉપડતાં જાતે લાયન્સ હોસ્પિટલે સારવાર માટે પહોંચ્યા અને મોત નીપજ્યું
શોકની લાગણી પ્રસરી હતી.
May 15, 2024, 09:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતા હોય છે. હાલમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. જ્યારે બીજા કિસ્સામાં આરટીઓમાં એજન્ટ તરીકેની કામગીરી કરતા અને દૂધસાગર ડેરી પાછળની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અજીતસિંહ ચૌહાણ સોમવારે સવારે નિત્યક્રમ મુજબ પોતાની ઓફિસે ગયા હતા.
જ્યાં તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતાં જાતે લાયન્સ હોસ્પિટલે સારવાર માટે પહોંચ્યા હતા. તબીબોએ તેમનો ઇસીજી રિપોર્ટ કાઢીને સારવાર ચાલુ કરતાં હૃદયરોગના હુમલાને પરિણામે તેમનું પણ મોત નીપજ્યું હતું.
આમ, એક જ દિવસમાં શહેરમાં હૃદયરોગના હુમલામાં 50ની ઉંમર વટાવી ચૂકેલા બંનેનાં મોત થતાં શોકની લાગણી પ્રસરી હતી.