રિપોર્ટ@મોરબી: ખનીજ ચોરી ઝડપી લઈને હિટાચી-લોડર માચીન તેમજ ડમ્પર અને ટ્રેક્ટર સહિતનો મુદામાલ જપ્ત

ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું
 
રિપોર્ટ@મોરબી: ખનીજ ચોરી ઝડપી લઈને હિટાચી-લોડર માચીન તેમજ ડમ્પર અને ટ્રેક્ટર સહિતનો મુદામાલ જપ્ત

અટલ સમાચાર  ડોટ કોમ, ડેસ્ક 

 બેફામ થતી ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમે કમર કસી હોય અને તાજેતરમાં મોરબીના સાદુળકા અને ગોરખીજડીયા પાસેથી પસાર થતી નદીના પટ્ટમાંથી ખનીજ ચોરી ઝડપી લઈને હિટાચી-લોડર માચીન તેમજ ડમ્પર અને ટ્રેક્ટર સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરની સુચના અને માર્ગદર્શન અનુસાર રવિભાઈ કણસાગરા, ગોપાલભાઈ ચંદારાણા, ગોપાલભાઈ સુવા અને મિતેશ ગોજીયા સહિતની ટીમે સાદુળકા અને ગોર ખીજડીયા ગામમાંથી પસાર થતી મચ્છુ નદીના પટમાં રેડ કરી હતી જ્યાં ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેથી ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદે સાદી રેતી ખનીજનું ખોદકામ કરતા બે હિટાચી અને એક લોડર મળી આવ્યા હતા તેમજ સ્થળ પરથી ટીમે ૬ ડમ્પર અને ૨ ટ્રેક્ટર પણ ઝડપી લીધા હતા જે મુદામાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે અંદાજે ૩ કરોડની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.