રિપોર્ટ@મોરબી: વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યા, 7 વિરુદ્ધ ગુનો નોંધાયો

 ત્રાસથી કંટાળી ડેમમાં કુદી આપઘાત 
 
ક્રાઈમ@ અમદાવાદ: લગ્નના બે વર્ષ બાદથી પતિએ મહિલા પર ત્રાસ ગુજારતા,પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોરબીના મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો.  જે યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ડેમમાં કુદી આપઘાત કર્યાનું ખુલ્યું. મૃતકના ભાઈએ 7ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયાએ આરોપી દિનેશભાઈ આહીર આસ્થાવાળા, રાજુભાઈ બોરીચા ખાખરાળા વાળા, લાલભાઈ શનાળા વાળો, ભાવેશ ગોધવીયા વાવડી વાળા, સંજય ભરવાડ, જયેશ કાસુન્દ્રા અને વિકાસભાઈ પડસુંબીયા રહે નાની વાવડી એમ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૨ ના રોજ રાત્રીના અનિલભાઈ પોતાના ઘરે હોય ત્યારે ભાઈ શનિભાઈનો ફોન આવ્યો અને ક્રિષ્ના હોસ્પિટલ તાત્કાલિક આવવાનું કહ્યું હતું જ્યાં ફરિયાદીના નાના ભાઈ રવિભાઈને લાવ્યા હતા અને તેનું મોત થયું હતું જેથી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં કાકા રતિલાલભાઈએ વાત કરી હતી કે રવિએ મચ્છુ ૩ ડેમમાં કુદી આપઘાત કર્યો હતો. જેથી ભાઈનું પીએમ કર્યા બાદ અંતિમ વિધિ કરી હતી.

બાદમાં રવિભાઈ પાસે બે મોબાઈલ હોય જે બંને ફોન ચેક કરતા મોબાઈલ નંબરથી વોટ્સએપ અને બીજા મોબાઈલ નંબરમાં જુદા જુદા મેસેજ કરેલ હતા. જે જોતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાઈ આવ્યું હતું.  જે મેસેજમાં તેને પૈસા આપી દીધા હતા. તો ય હજુ પૈસા માંગી ધમકી આપતા હોવાનું જણાવ્યું હતું.  ઘરે આવીને ચેક રીટર્ન કરીને દબાવતા હોવાનું લખ્યું હતું. જેમાં દિનેશ આહીર આસ્થાવાળા, રાજુ બોરીચા, ભાવેશ ગોધવીયાને અમુક બીજાને ચેક આપીને બીજાના નામથી જ યુવાનના એકાઉન્ટમાં નાખે છે.  જેને કોઈ દિવસ કોન્ટેક નથી થયો કે નથી કોઈ દિવસ વાત થઇ ફોનમાં કે રૂબરૂમાં આવવા નામના ચેક નાખે છે એકાઉન્ટમાં પૈસા દેવાના છે થોડા ગામને પણ સામે લેવાના છે.  કોઈ આપતા નથી. 

ટાઈલ્સનો જેને માલ આપતો એ બધા પાસે આજે મારી પાસે ખોટું બોલ્યા કે થોડાક જ દેવાના છે.  બધો હિસાબ મોબાઈલના વોટ્સએપમાં છે જે મારા ગયા પછી હું સાચો હતો.  એનું પ્રૂફ છે માફ કરજો હવે મારાથી બધું સહન થતું નથી.  એટલે આ પગલું ભરું છું તેવી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.  આમ મેસેજમાં જણાવેલ દિનેશભાઈ આહીર આસ્થાવાળા, રાજુભાઈ બોરીચા ખાખરાળા વાળા, ભાવેશ ગોધવીયા વાવડી વાળા અને સંજય ભરવાડ તેમજ જયેશ કાસુન્દ્રા સહિતનાના નામ અને નંબર આપ્યા હતા જેમાં ફરિયાદીના ભાઈ મૃતક રવિભાઈએ દિનેશભાઈ પાસેથી ધંધાની જરૂરિયાત માટે ૬૦ લાખ વ્યાજે લીધા હતા જેના બદલે ૧.૫૦ કરોડ આપી દીધા હતા છતાં ધમકી આપી ચેક લઈને ઉઘરાણી કરતા હતા રાજુ બોરીચા પાસેથી વ્યાજે લીધા હતા. તેને ચૂકવી દીધેલ છતાં ધમકી આપતા હતા. 

ભાવેશ ગોધવીયા પાસેથી રૂપિયા આપેલ હોય જેને ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતો હતો તેમજ સંજય ભરવાડ અને જયેશ કાસુન્દ્રા પાસે ફરિયાદીના ભાઈ રવિને ધંધાના રૂપિયા લેવાના હોય તેની પાસે અવારનવાર માંગવા છતાં આપતા નહિ અને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા.  આમ ફરિયાદીના ભાઈ રવિના બંને મોબાઈલ ચેક કરતા જુના કોલ રેકોર્ડીંગ હોય જેમાં વિકાસ પડસુંબીયાને રવિભાઈએ ટાઈલ્સ વેચાણ આપેલ હોય જેના રૂપિયા લેવાના હોય જે આપતો ના હતો.  અને હેરાન કરી માનસિક ત્રાસ આપતા ફરિયાદીના ભાઈએ અંતિમ પગલું ભરી લીધું હતું. 

તેમજ લાલાભાઈ શનાળા વાળા પાસેથી ધંધાની જરૂરિયાત ઉભી થતા વ્યાજે લીધેલ રકમ ચૂકવી દીધા છતાં ઘરે આવી ધમકી આપતો હતો આમ તમામ આરોપીઓએ પૈસા મામલે યુવાનને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા યુવાને આપઘાત કર્યાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.