રિપોર્ટ@મહેસાણા: ફાયર વિભાગના કર્મીઓ દ્વારા ફાયર સ્ટેશન પાસે આવેલા તળાવમાં 2000થી વધુ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભક્તો ધામધુમથી ગણેશજીને ઘરે લાવે અને તેમની પૂજા-અર્ચના કરે છે. થોડા દિવસો પછી ગણેશજીનું વિસર્જન કરતા હોય છે. મહેસાણા શહેરમાં ગણપતિ મહોત્સવ અનેક વિસ્તારોમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.ત્યારે બીજી બાજુ ભક્તો ને ગણપતિ વિસર્જન બહાર કરવા ના જાઉં પડે એના માટે મહેસાણા ફાયર વિભાગના કર્મીઓ ફાયર સ્ટેશન પાસે આવેલા તળાવ માં ગણપતિ વિસર્જન માટે ખાસ પ્રકાર નું આયોજન કરતા હોય છે.જેના થકી શહેર માંથી મોટા ભાગના લોકો ગણપતિ વિસર્જન માટે મહેસાણા ના પરા તળાવ માં આવતા હોય છે.ત્યારે આ વર્ષ પણ ફાયર વિભાગે ખાસ આયોજન કર્યું છે.જેમાં ફાયર કર્મીઓ સતત સ્ટેન્ડ બાય રહી ને ગણપતિ વિસર્જન માં પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
મહેસાણા ના ફાયર વિભાગના કર્મીઓએ આ વર્ષ પણ ગણપતિ વિસર્જન માટે ખાસ આયોજન કર્યું છે.જેમાં ફાયર સ્ટેશન પાસે પાણીના ફુવારા અને સાઉન્ડ સીસ્ટમ લગાડી ભક્તોનો ઉત્સાહ વધારી રહ્યા છે.ગણપતિ મહોત્સવ ના પાંચમા દિવસે ફાયર વિભાગે સાંજે 7 કલાક સુધીમાં 2000 ગણેશજી ની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આજે દિવસ દરમિયાન ફાયર સ્ટેશન પાસે મોટી સંખ્યામાં લોકો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી વિસર્જન માટે પહોંચ્યા હતા.તેમજ ટ્રાફિક જામની સમસ્યા ન થાય એના માટે સહેર એ ડિવિઝન નો કેટલોક સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો.જોકે મોડી સાંજ સુધીમાં આજે 2000 થી વધુ ગણપતિ ની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.