રિપોર્ટ@ગુજરાત: 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા, જાણો વધુ વિગતે
આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ 11મા દિવસે પણ યથાવત રહી છે.
Updated: Mar 27, 2025, 11:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 11મો દિવસ છે. આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ 11મા દિવસે પણ યથાવત રહી છે. સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લામાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે.
આ ઉપરાંત 5 હજારથી વધુ કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે. વિભાગના અલ્ટીમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

