રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 65થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો, કયા કયા વિસ્તારમાં વરસ્યો ?
મેઘરાજાએ હાજરી નોંધાવી છે.
Aug 21, 2024, 09:23 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ થોડા દિવસોથી વિરામ લીધો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
તેની વચ્ચે રાજ્યના 65થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગમાં વરસાદ નોંધાયો છે. ડાંગ ઉપરાંત નવસારી, સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ વરતાઈ રહી છે ત્યારે મેઘરાજા મનમૂકીને વરસે અને ઘટ પુરાઈ તેવી લોકો અને ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે.