રિપોર્ટ@નવસારી: વાંસદા પોલીસે વૃદ્ધને 4 અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યા હોવાની ઘટના સામે આવી
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
રાજ્યમાં અવારનવાર ક્રાઈમની ઘટના સામે આવતી હોય છે. તો નવસારીમાં વૃદ્ધનું અપહરણ કરનાર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાંસદા પોલીસે વૃદ્ધને 4 અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. તો પૈસાની ઉઘરાણી બાબતે વૃદ્ધ વેપારીનું અપહરણ કરવામાં આવ્ય હતુ.
તો આરોપીઓ અમદાવાદથી વૃદ્ધનું અપહરણ કરીને લઈ જતા હતા. ત્યારે કારની તપાસ કરતા વૃદ્ધ મળી આવતા તેમને બચાવવામાં આવ્યા હતા. તો સુરેન્દ્રનગરમાં કપડાની દુકાન ધરાવતા વ્રજલાલ કોઈશાનું અપહરણ થયું હતુ. તો સંભવિત મર્ડરની ઘટનાને રોકવામાં પોલીસને મોટી સફળતા મળી છે. તેમજ વાંસદા પોલીસે ચારેય ઈસમોને સુરેન્દ્રનગર પોલીસને સોંપ્યા છે.
તો બીજી તરફ આ અગાઉ નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. નોર્થ કેરોલિનામા મોટેલ ચલાવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા કરવામાં આવી હતી.