રિપોર્ટ@ગુજરાત: રાજ્યનો 3 નંબરનો કડાણા ડેમ ઓવરફ્લો, 106 ગામોને સતર્ક કરાયા
કડાણા ડેમમાંથી આજે 10 ગેટ ખોલી મહીસાગર નદીમાં 1 લાખ 33 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા મહી નદી હાલ બંને કાંઠે વહેવા લાગી છે.
Updated: Sep 4, 2024, 08:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેટલીક નદીઓ બે કાંઠે વહી રહી છે. રાજ્યના 3 નંબરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમને એલર્ટમોડ જાહેર કરવામાં આવ્યો છે.
કડાણા ડેમમાંથી આજે 10 ગેટ ખોલી મહીસાગર નદીમાં 1 લાખ 33 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા મહી નદી હાલ બંને કાંઠે વહેવા લાગી છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી પાણી છોડવાના કારણે 106 ગામોને સતર્ક કરાયા છે.
જેમાં લુણાવાડા તાલુકાના 63 ગામ, કડાણા તાલુકાના 27 ગામ અને ખાનુપુર તાલુકાના 16 ગામ મળી કુલ 106 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા પણ અપીલ કરવામાં આવી છે.