રિપોર્ટ@ગુજરાત: સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS પોર્ટલ મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ

GCAS પોર્ટલ મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ
 
રિપોર્ટ@ગુજરાત: સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS પોર્ટલ મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર વિરોધની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS પોર્ટલની ખામીઓના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. આ મુદ્દાને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા GCAS પોર્ટલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ રજિસ્ટ્રારની ચેમ્બરમાં ઘૂસીને રજિસ્ટ્રાર પર નકલી નોટનો વરસાદ કરી GCAS પોર્ટલનો વિરોધ કર્યો હતો. GCAS પોર્ટલ તથા શિક્ષણ વિભાગ વિરુદ્ધમાં નારાબાજી સાથે કાર્યકરો ટાવર પાસે પહોંચ્યા હતા. NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, GCAS પોર્ટલને લઈને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. એક રાઉન્ડ પૂર્ણ થયો છતાં હજુ અનેક વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા નથી.

GCAS પોર્ટલ બંધ કરીને યુનિવર્સિટીને પ્રવેશ પ્રક્રિયા સોંપવામાં આવે. ગુજરાત યુનિવર્સિટી જૂની વ્યવસ્થા મુજબ સેન્ટ્રલ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરે. GCAS પોર્ટલના કારણે શૈક્ષણિક સત્ર પણ મોડું શરૂ થશે. ખાનગી યુનિવર્સિટીના લાભ કરાવવા જ GCAS પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.