રિપોર્ટ@રાજકોટ: મહાનગરપાલિકાનું વિવિધ વિભાગોનું મળી 1500 કરોડથી વધુનું પાણીનું બિલ બાકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહાનગરપાલિકાનું વિવિધ વિભાગોનું મળી 1500 કરોડથી વધુનું પાણીનું બિલ બાકી છે. માટે કાગળ પર વધી રહેલ બાકી બિલની રકમ મનપા ભરી શકે તેમ ન હોવાથી સરકારને પત્ર લખી બિલ માફ કરવા માગ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ રૂ. 2800 કરોડ આસપાસનું છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, મનપાએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પાણીના બાકી બિલની રકમ 1500 કરોડથી વધુની છે. વર્ષોથી કાગળ પર વધી રહેલા બાકી બિલની આ રકમ મનપા ચૂકવી શકે તેમ ન હોય સરકારને પત્ર લખી બિલ માફ કરી દેવાની માગ કરવામાં આવી છે.
રાજકોટ મનપાને સિંચાઈ વિભાગ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, અને સૌની યોજનાનાં કરોડો રૂપિયાનાં બિલ છેલ્લા 10 જેટલા વર્ષથી બાકી છે. જેમાં GWILનાં સૌથી વધુ 882 કરોડ જ્યારે સૌની યોજનાનાં રૂ. 184 કરોડ સહિત કુલ રૂ. 1517 કરોડનાં બિલ મનપાને મળ્યા છે.