રિપોર્ટ@અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન

કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમમાં 1800 પોલીસકર્મી ખડેપગે રહેશે તો બહાર 500 જવાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે.
 
રિપોર્ટ@અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા એક લાખથી વધુ હરિભક્તો આવવાના છે જેને લઈ પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવના કાર્યક્રમની શરૂઆત શનિવારે સાંજે 5 વાગ્યાથી થવાની છે, પરંતુ લોકો વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે.

બપોરે 1:00 વાગ્યા સુધીમાં તમામ કાર્યકરોને સ્ટેડિયમમાં પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમમાં 1800 પોલીસકર્મી ખડેપગે રહેશે તો બહાર 500 જવાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે.