રિપોર્ટ@પાલનપુર: ભાજપને 56499 મત મળ્યાં, ગુલાબસિંહ 13499 મતથી આગળ, જાણો વધુ

પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.
 
રિપોર્ટ@પાલનપુર: ભાજપને 56499 મત મળ્યાં, ગુલાબસિંહ 13499 મતથી આગળ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરી ચાલુ થઇ ગઈ છે. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ છે. સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગમાં કોણ બાજી મારશે એ બપોર બાદ સ્પષ્ટ થઇ જશે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો.

પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ કુલ 159થી વધુ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફ છે.

CCTV કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લાકક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.