રિપોર્ટ@પાટણ: CID ક્રાઈમનો દ્વિતિ ડેરી પ્રોડક્ટસ નામની ફેક્ટરીમાં દરોડો, શંકાસ્પદ પનીર અને મઠાનો જથ્થો ઝડપાયો
પામોલીન તેલના ડબ્બા પણ મળી આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ગણી જગ્યાએ CID ક્રાઈમની ટીમ દરાડો પાળતી હોય છે. ગાંધીનગરથી CID કાઈમની ટીમે પાટણ -ઊંઝા હાઈવે ઉપર આવેલા ગણેશ એસ્ટેટમાં દ્વિતિ ડેરી પ્રોડક્ટસ નામની ફેક્ટરીમાં રેડ કરીને શંકાસ્પદ પનીર, લૂઝ પનીર અને મઠો સહિતનો કુલ 3.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ગાંધીનગરથી CID કાઈમની ટીમ ગતરોજ વહેલી સવારે પાટણ-ઊંઝા રોડ ઉપર આવેલ ગણેશ એસ્ટેટમાં આવેલા દ્વિતિ ડેરી પ્રોડક્ટસ નામની ફેક્ટરીમાં રેડ કરવા આવી પહોંચી હતી. વહેલી પરોઢે ધોર નિંદ્રામાં ઉંઘતા ફેક્ટરીના માલિકો અને પાટણ જિલ્લાના સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સુધી આ રેડની માહિતી પહોંચતાં ભારે દોડધામ મચી ગઈ હતી. CID ક્રાઈમની ટીમે રેડ કર્યા બાદ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓને મદદગારી માટે સ્થળ ઉપર બોલાવતાં ટીમ પહોંચી હતી.
દ્વિતિ ડેરી પ્રોડકટસમાંથી ટીમોએ શંકાસ્પદ જણાતા પનીર, મઠો, પામોલીન તેલના ડબ્બા, પાઉડર સહિતના જથ્થામાંથી સેમ્પલ લીધા બાદ જથ્થો સીઝ કરી દીધો હતો. વહેલી સવારે શરૂ થયેલ રેડ બાદ જથ્થાની ગણતરી, સેમ્પલની કામગીરી કરતાં કરતાં મોડી રાત્રી થઈ જવા પામી હતી. આ રેડમાં તમામ ચીજ વસ્તુઓ મળીને 2437 કિલો જથ્થો કિંમત રૂપિયા 3.36 લાખનો સીઝ કરવામાં આવ્યો છે.
આ ફેક્ટરીમાં નોમિની તરીકે ઠક્કર ભરતભાઈ આત્મારામભાઈનું નામ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ચોપડે લેવાયું છે.પરંતુ આ ફેક્ટરીમાં અન્ય ભાગીદારો અને સંચાલકો હોવાની ચર્ચા પણ ચાલીરહી છે. જો લેવાયેલા સેમ્પલ ફેઈલ થાય અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવાની નોબત આવે તો અન્ય તમામ નામ સામે આવી શકે છે. ઉલ્લેખનીય બાબત છે કે ગત રોજ વહેલી સવારે પાટણમાં ગણેશ એસ્ટેટમાં ગાંધીનગરથી CID ડાઈમની ટીમે પહેલાં રેડ કરી દીધી હતી પરંતું વિષય ફૂડ વિભાગને લગતો હોવાથી આ કામગીરીમાં મદદરૂપ થવા માટે પાટણ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી આર.આઈ.ગઢવી તથા તેમની ટીમને જાણ થતાં તેઓ મોડેથી સ્થળ ઉપર પહોંચીને કામગીરીમાં જોડાયા હતા.
લૂઝ પનીર 653 કિલો કિંમત 1,49,620 રૂપિયા સઆરાસુરી ગોલ્ડ રિફાઈન્ડ પામોલિન તેલ - 388 કિલો કિંમત 42,680 રૂપિયાસકેસર ઈલાઈચી લૂઝ મઠો - 68 કિલો.કી 10200 રૂપિયા, લૂઝ મઠો -69 કિલો કી 8840 રૂપિયા, સયાજી મઝ સ્ટાર્ક પાવડર- 548 કિલો કી 23016 રૂપિયા, એસિટિક એસિડ - 239 કિલો કી16730 રૂપિયા, ફિનિફલેક્ષ ગ્લિસરલી મોનોસ્ટીરેટ -473 કિલો કી 85140 રૂપિયા ઉપરોક્ત તમામ યીજ વસ્તુઓ મળી કુલ 3.36.226 રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
રેડ દરમ્યાન પનીર મઠો, પામોલીન તેલનાડબ્બા, પાઉડર સહિતના જથ્થામાંથી સેમ્પલ લઈને તેસેમ્પલને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી ટેસ્ટ થયા બાદ રિપોર્ટ આવશે તે મુજબ જો સેમ્પલ ફેઈલ થાય તો ફેક્ટરીના માલિક ભાગીદારો કે સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ અને જથ્થાનો નાશ કરવા સહિતની કાર્યવાહી થઈ શકેછે અથવા જો સેમ્પલ પાસ થઈ જાય તો સીઝ કરેલાજથ્થાને રિલીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.