રિપોર્ટ@પાટણ: ફૂડ વિભાગે દરોડો પાડ્યો અને 14 લાખનું શંકાસ્પદ ઘી ઝડપ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ શહેરમાં મીઠાઈ અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક ભેળસેળિયા વેપારીઓ દ્વારા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી રાતોરાત કમાણી કરી લેવાની પ્રવૃતિ કરતાં હોય છે. ત્યારે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા પાટણ ફૂડ વિભાગ સચેત બન્યું હોય તેમ તપાસ નો દોર આરંભ્યો છે.
દશેરાના દિવસે જ ફૂડ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઘી બજારમાં ઘીનું વેચાણ કરતા નિતિન કુમાર ભાઈલાલ ધી વાળાને ત્યાં ટીમે સાથે ઓચિતો છાપો મારતા ધી બજારના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ફ્રુડ વિભાગની ટીમે દુકાનમાંથી વિવિધ બ્રાન્ડના ઘીના 11 સેમ્પલ લઇ 14 લાખનો ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી સેમ્પલ પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
પાટણ ફૂડ વિભાગની ટીમ દ્વારા દશેરાના દિવસે ઘી બજારના વેપારીને ત્યાં ઓચિતો છાપો મારી ઘી ના સેમ્પલ લેવાની કામગીરી સાથે મોડે સુધી ટીમ દ્વારા વેપારીને ત્યાં તપાસ ચલાવવામાં આવી હોય જોકે આ બાબતે ફુડ વિભાગ એ જણાવ્યું હતું કે નિતિન કુમાર ભાઈલાલ ધી વાળાના ત્યાં 14 લાખ નો મુદામાલ સીઝ કરી ઘી ની વિવિધ બ્રાન્ડ ના 11 સેમ્પલ લઇ તાપસ માટે મોકલ્યા છે. પાટણના ઘી બજારમાં વેપારીને ત્યાં ફુડ વિભાગની તપાસના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો કેટલાક વેપારીઓ પોતાની દુકાનના શટરો પાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે.