રીપોર્ટ@પાટણ: વનવિભાગના ટેન્ડરમાં સેટિંગ્સકાંડ ? લેબરોના સગાંને બનાવ્યા કોન્ટ્રાક્ટર

 ટેન્ડરમાં બહું મોટું સેટિંગ્સ થયું હોવાની બૂમરાણ મચી છે. 
 
રીપોર્ટ@પાટણ: વનવિભાગના ટેન્ડરમાં સેટિંગ્સકાંડ ? લેબરોના સગાંને બનાવ્યા કોન્ટ્રાક્ટર

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


પાટણ જિલ્લા વનવિભાગનાં ટેન્ડરમાં બહું મોટું સેટિંગ્સ થયું હોવાની બૂમરાણ મચી છે. અનેક અરજદારો ટેન્ડર પાર્ટીના નામો જાણવા મથી રહ્યા છે પરંતુ એસીએફ ચૌધરી ટેન્ડર મેળવનાર કોન્ટ્રાક્ટરના નામો આપતાં નથી અને જો ડીસીએફને કહો તો પણ નામો આપતાં નથી. ટેન્ડર પાર્ટીના નામો નહિ આપવા બાબતે દાળમાં કંઈક કાળું હશે તેવી શક્યતા હોઈ જાણવાં મળ્યું કે, મજૂરો, રોજમદારો અથવા ગાર્ડના સગાં સંબંધીઓ જ કોન્ટ્રાક્ટર છે. જાણીજોઈને લેબરોના સગાંને ટેન્ડર પાર્ટી બનાવી ટકાવારી અથવા નાણાંનો ખેલ કરવામાં આવ્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.


પાટણ જિલ્લાની વિવિધ રેન્જ ફોરેસ્ટ કચેરીમાં અનેક ટેન્ડર પાર્ટીઓ કોન્ટ્રાક્ટ સામે ગ્રાન્ટ મેળવી રહી છે. હવે આ ટેન્ડર પાર્ટીઓ શું હકીકતમાં કોન્ટ્રાક્ટરો છે ? શું વર્ષોથી કોન્ટ્રાક્ટરનો ધંધો કરે છે ? શું મોટા વેપારીઓ છે અથવા શું મોટા લેબર લાયસન્સ ધારકો છે? આ સવાલો એટલા માટે ઉભા થયા કે, પાટણ વનવિભાગના ટેન્ડર હેઠળના કોન્ટ્રાક્ટરો કોઈ મોટા વેપારીઓ નહિ પરંતુ અલગ અલગ રેન્જમાં લેબર કામ કરતાં રોજમદાર કે મજૂરોના સગાં ઓળખિતા હોવાની બૂમરાણ છે. આ બૂમરાણ અને ચકચાર રોજમદાર વર્ગમાં ત્યારે ફેલાઇ જ્યારે આઉટસોર્સ મજૂરોના સગાં માણસોનાં બેંક ખાતામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ જમા થવા લાગી અને તેની વૈભવી અસર મજૂરોમાં જોવા મળી. એટલે કે, 8થી 15 હજાર પગાર લેતાં મજૂરો પોતાની અંગત ટેન્ડર પાર્ટીના ખાતામાં આવતી ગ્રાન્ટની અસરથી જલ્શા કરવા લાગ્યા. 

સૂત્રોએ જણાવ્યું કે, ટેન્ડરમાં સેટિંગ્સની બૂમરાણ માત્ર નથી, આઉટસોર્સિંગના મજૂરો વનવિભાગના બાઇકો લઈ ફરી રહ્યા હોવાની પણ ચકચાર મચી છે. અનેક રોજમદારો અને ગાર્ડ ભાઇઓ આઉટસોર્સિંગના મજૂરોની વૈભવી લાઇફસ્ટાઇલથી અંતરાત્માને સવાલો કરવા લાગ્યા છે. જાણકારોના મતે, જો પાટણ વનવિભાગ ટેન્ડર પાર્ટીના માત્ર નામો અને કોના બેંક ખાતામાં નાણાં ચૂકવે તે નામો જાહેર કરે તો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. કેમ કે આ ટેન્ડર પાર્ટીઓ માત્ર નામ પૂરતી છે બાકી તેના આકાઓ પાટણ વનવિભાગમાં ગ્રાન્ટનો વહીવટ કરી રહ્યા છે અને આ આકાઓ જ તેના અસલી વહીવટ કર્તા છે.
[7:32 am, 22/3/2024] Girish Bhai Mahesana Office News: રીપોર્ટ@પાટણ: વનવિભાગના ટેન્ડરમાં સેટિંગ્સકાંડ ? લેબરોના સગાંને બનાવ્યા કોન્ટ્રાક્ટર