રિપોર્ટ@વડોદરા: મંદિરોમાં હાથ ફેરો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો અને કડક કાર્યવાહી કરી

20.73 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

 
 રિપોર્ટ@વડોદરા: મંદિરોમાં હાથ ફેરો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો અને કડક કાયવાહી કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોરી,લુંટફાટ, બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાંથી મૂર્તિઓના શણગાર, શયન અને આભુષણો સહિત કુલ દોઢ લાખની મત્તાની ચોરી કરનાર રીઢા ચોરને PCBએ ઝડપી પાડ્યો છે. અગાઉ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મંદિરોમાં ચોરી કરવાના ગુનામાં આ તસ્કર પકડાઈ ચૂક્યો છે. આ સિવાય પણ તે અલગ-અલગ રાજ્યોમાં તેને વિવિધ મંદિરોમાં ચોરી કરી ચૂક્યો છે. આરોપી પાસેથી પોલીસ 20.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


વડોદરા શહેરના ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાં 12 એપ્રિલના રોજ રાત્રે એક તસ્કર મોડી રાત્રે પ્રવેશી ભગવાનની મૂર્તીઓના શણગાર, શયન તેમજ આભૂષણો મળી કુલ 1.50 લાખની મત્તાની ચોરી કરી હતી. ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોરીના મામલાને લઈને ચકચાર મચી ગઇ હતી અને પોલીસ કમિશનર સહિત DCP ક્રાઇમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાંચ, SOGઅને PCB સહિતની ટીમો તસ્કરને શોધવા માટે કામે લાગી હતી.


આ દરમિયાન વડોદરા PCBએ હ્રુમન સોર્સ અને ટેક્નિકલ સર્વલન્સની મદદથી 51 વર્ષીય આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસ, (રહે. બાલીપાડા, જી. ગંજામ, ઓરીસ્સા)ને મહારાષ્ટ્રનાં નાગપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો અને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને PCBની ટીમ તસ્કરને લઇને વડોદરા આવી ગઇ છે. આરોપીને લેવા માટે પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના નાગપુર જવા માટે રવાના થઇ હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. ઇસ્કોનમાં ચોરી કરનાર આરોપી નાગપુર ખાતેથી પકડાયો હતો.


આરોપી દેશના વિવિધ રાજ્યોમાં ફરીને મોટી મંદિરોની રેકી કરતો હતો અને રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાંથી સોના-ચાંદીના ગાહીના અને મૂર્તિઓની ચોરી કરતો હતો. આરોપીએ અગાઉ કર્ણાટકના મુડબીદરી ખાતે સિદ્ધનાથ દર્શન મંદિરમાં ચોરી હતી. આ ઉપરાંત આંધ્રપ્રદેશના શ્રી કાકુલમ ખાતે મંદિરમાં ચોરી કરી હતી અને જેમાં તેની પાસેથી 60 મૂર્તિઓ પણ કબજે કરવામાં આવી હતી.


આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં પણ મંદિરોમાં તેને ચોરીઓ કરી હતી. આરોપી સામે અગાઉ નાગપુરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 3 અને નોર્થ ગોવાના પણજી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને બે મોબાઇલ મળીને કુલ 20.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીસીબીએ આરોપીને ગોત્રી પોલીસને સોંપ્યો છે અને ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.