રિપોર્ટ@ગુજરાત: પાઇપલાઇન દ્વારા મળતો પીએનજી ગેસ સિલિન્ડર કરતા સસ્તો, LPG કરતાં લગભગ 20થી 25% સસ્તું

 PNGમાંથી તે જ ઈંધણ લગભગ રૂ.650માં મળશે. 
 
રિપોર્ટ@ગુજરાત: પાઇપલાઇન દ્વારા મળતો પીએનજી ગેસ સિલિન્ડર કરતા સસ્તો, LPG કરતાં લગભગ 20થી 25% સસ્તું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજના સમયમાં લોકો ગેસ સિલિન્ડર ખરીદવાને બદલે પાઈપલાઈન કનેક્શન લેવાનું પસંદ કરી રહ્યા છે. ચાલો તેના નફા-નુકસાનનું ગણિત સમજીએ. પાઇપલાઇન દ્વારા મળતો પીએનજી ગેસ સિલિન્ડર કરતા સસ્તો છે. પીએનજી LPG કરતાં લગભગ 20થી 25% સસ્તું છે.

આજના સમયમાં લોકો ગેસ સિલિન્ડર ખરીદવાને બદલે પાઈપલાઈન કનેક્શન લેવાનું પસંદ કરી રહ્યા છે. ચાલો તેના નફા-નુકસાનનું ગણિત સમજીએ.પાઇપલાઇન દ્વારા મળતો પીએનજી ગેસ સિલિન્ડર કરતા સસ્તો છે. પીએનજી LPG કરતાં લગભગ 20થી 25% સસ્તું છે. ક ક્યુબિક મીટર પીએનજીની કિંમત 50 રૂપિયાની આસપાસ છે, જ્યારે એલપીજીની કિંમત 60-63 રૂપિયા પ્રતિ કિલો છે.

એલપીજી ગેસ સિલિન્ડરમાં પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ હોય છે જે હવા કરતા ભારે હોય છે અને પાઇપલાઇનમાં મિથેન ગેસ હોય છે જે હવા કરતા હળવો હોય છે. અમદાવાદમાં 14.2 kg એલપીજી સિલિન્ડરની સબસીડી સાથે કિંમત 910 રૂપિયા છે. તો PNGમાંથી તે જ ઈંધણ લગભગ રૂ.650માં મળશે. તેથી તમને 260 રૂપિયાની બચત થશે.