રિપોર્ટ@ગુજરાત: યુવાન પાસેથી 25 લાખનું લખાણ કરાવી સોનુ પડાવનાર 2 મહિલા સહિત 4 શખ્સને પોલીસે ઝડપ્યા

જોષીપરા ખાતેથી ઝડપી લેવામાં આવી હતી.
 
 રિપોર્ટ@ગુજરાત: યુવાન પાસેથી 25 લાખનું લખાણ કરાવી સોનુ પડાવનાર 2 મહિલા સહિત 4 શખ્સને પોલીસે ઝડપ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરી,લુંટફાટના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી લુંટફાટના બનાવો સામે આવતા હોય છે.  હનીટ્રેપ કેસમાં રાજકોટના યુવાન પાસેથી 25 લાખનું લખાણ કરાવી સોનુ પડાવનાર 2 મહિલા સહિત 4 શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં જાગનાથ પ્લોટ, જાગનાથ મંદિરની બાજુમાં રાજમંદિર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 403માં યાજ્ઞિક રોડ ખાતે રહેતા કોન્ટ્રાકટર ધર્મેશભાઈ પ્રવીણભાઈ પંડ્યા ઉ. વ. 38ને જુનાગઢની રૂહી પટેલ નામની યુવતીએ ફોનથી અને વ્હોટસએપ મેસેજથી મિત્રતા કેળવી હતી.

બાદમાં જૂનાગઢ ખાતે પોતાના ઘરે મળવા આવવા બોલાવી અને યુવક મળવા આવતા તેને યુવતી જૂનાગઢમાં જોશીપરાના સુભાષ નગરમાં બે માળના મકાનમાં લઇ ગઈ હતી અને નહિ યુવતીએ ધર્મેશ પંડ્યાના કપડાં કઢાવી બાદમાં પોતેએ પણ કપડાં કાઢી નાંખ્યા હતા.

આ દરમિયાન રવિ નામનો માણસ, જયસુખ રબારી નામનો માણસ, સાગર નામનો માણસ અને મંજુલાબેન હિરપરા નામની મહિલા સહિતના શખ્સો આવ્યા હતા. સાગરે ધર્મેશને બેટ મારવા ઉગામી મોબાઇલમાં તારા નગ્ન ફોટા છે તેમ કહી બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. અને રવિ તથા જયસુખ રબારીએ પૈસાથી સમાધાન કરાવી લેવાનું જણાવી મંજુલા હિરપરાએ રૂપિયા 25 લાખ આપવા પડશે તેમ જણાવી ચોપડામાં ધર્મેશના હાથે લખાણ કરાવી સોમવારે સાત લાખ આપવા પડશે નહિતર પતાવી દઈશું એવી ધમકી આપી જયસુખ રબારીએ ધર્મેશ પાસેથી રૂપિયા 40,000ની સોનાની વીંટી, અસલ આધાર કાર્ડ અને અસલ ડ્રાઇવિંગ લાઇસન્સ બળજબરીથી પડાવી લીધાની ફરિયાદ યુવકે કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

એસઓજીના પીઆઈ ચાવડાએ આરોપી શોધી કાઢવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન આરોપીઓ હનીટ્રેપના રૂપિયા જૂનાગઢમાં ધોરાજી ચોકડી થી ઝાંઝરડા ચોકડી વચ્ચે લેવા આવવાના હોવાની બાકી મળતા એસઓજીએ વોચ ગોઠવીને જીજે-03-એમડી-7999 નંબરના બાઈક સાથે 2 શખ્સને અને 2 મહિલાને જોષીપરા ખાતેથી ઝડપી લેવામાં આવી હતી.