રિપોર્ટ@અમદાવાદ: જ્વેલર્સમાં ધાડ પાડે એ પહેલા જ લૂંટારુ ગેંગના 6 આરોપીને પોલીસે દબોચ્યા

ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા છે ખૂંખાર આરોપીઓ
 
રિપોર્ટ@અમદાવાદ: જ્વેલર્સમાં ધાડ પાડે એ પહેલા જ લૂંટારુ ગેંગના 6 આરોપીને પોલીસે દબોચ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં કોઈ મોટી લૂંટ કે ધાડ ની ઘટનાને અંજામ અપાય તે પહેલા જ, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા UP ગેંગના છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસને બાદની મળતા સાત જાન્યુઆરીના રોજ પાલડી મ્યુઝિયમ AMTS બસ સ્ટેન્ડ પાસે રોડની ફૂટપાથ પર થી છ લોકોની ધરપકડ કરી છે.

ઝડપાયેલા તમામ છ એ લોકો મૂળ ઉત્તરપ્રદેશના છે. આ તમામ લોકો ગુજરાતમાં જ્વેલર્સના શોરૂમને ટાર્ગેટ કરી ધાડ પાડવાના ઇરાદે આવ્યા હતા. પરંતુ તેઓ તેમના પ્લાન પર સફળ થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી પાડ્યા છે.

કોણ છે આ ગેંગના સભ્યો?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા 6 લોકો કે જે ઉત્તર પ્રદેશમાં પોતાની ગેંગ ચલાવે છે. જેઓ અલગ અલગ ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યા છે. પોલીસે શાહિદ અલી પઠાણ, રાજેન્દ્રસિંહ જાદવ, લેખરાજ યાદવ, સત્યરામ ઉર્ફે વિદાયક યાદવ તેમજ રવિ ફકીરની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પાસેથી ત્રણ દેશી તમંચા, 18 નંગ મોટા કારતુસ ,ત્રણ મોબાઈલ ફોન, બે ખાતરિયા, એક કટર, બે સ્ક્રુ ડ્રાઇવર તેમજ રોકડા રૂપિયા મળીને 74 હજારથી વધુ નો મુદ્દામાલ સભ્ય કરવામાં આવ્યો છે.

પકડાયેલા છે આરોપીઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં અલગ અલગ ગુનાઓ નોંધાયો છે. જેમાં હત્યા, લૂંટ, હથિયારોની હેરાફેરી, ગેંગસ્ટર કલમ સહિત તમામ આરોપીઓ સામે મળીને 100 જેટલા ગુનાઓ ઉત્તર પ્રદેશમાં નોંધાઈ ચૂક્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા છે ખૂંખાર આરોપીઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાઓ પર લૂંટ, હથિયારની હેરાફેરી, હત્યા સહિતના બનાવો અને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેઓ તમામ ઉત્તર પ્રદેશના રહેવાસી છે .  આરોપીઓ વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશનાં ચંબલ, બધાયું, મુરાદાબાદ તેમજ બીજનોર જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ તમામ આરોપીઓને ઉત્તર પ્રદેશની લોકલ પોલીસ ઓળખે છે, જેથી જ તેઓ હવે ઉત્તર પ્રદેશમાં કોઈપણ ઘટનાને અંજામ આપી નથી શકતા.

આ તમામ આરોપીઓને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેઓએ ભેગા મળીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ પસંદ કર્યું હતું. અમદાવાદ શહેરમાં તેઓ ત્રણ દિવસ પહેલા આવી ચૂક્યા હતા અને અહીં રોકાઈને સીજીરોડ તેમજ શિવરંજની વિસ્તારમાં આવેલા જ્વેલર્સ ની રેકી પણ કરી હતી. કોઈપણ એક મોટા શોરૂમમાં હથિયાર વડે ધાડ પાડવાનો પ્લાન આરોપીએ બનાવ્યો હતો. પરંતુ ધાડ પાડવા માટે તૈયારી કરી રહ્યા હતા એ જ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તેની ધરપકડ કરી લીધી છે.

હાલ તો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ તમામ આરોપીઓ ગુજરાતમાં પ્રથમ વખત જ આવ્યા હોવાનું સામે આવે છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે કે અગાઉ કોઈ છ આરોપીઓમાંથી અમદાવાદ અથવા તો ગુજરાતમાં કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ. તે ઉપરાંત ખરેખર આ તમામ આરોપીઓનો શું પ્લાન હતો અને અન્ય કોઈ લોકલ વ્યક્તિ આ ગેંગ સાથે જોડાયેલું છે કે કેમ. તે સહિતના મુદ્દા ઉપર પોલીસ હવે તપાસ કરી રહી છે.