રિપોર્ટ@ગુજરાત: DEOનો નકલી લેટરપેડ છપાવી લાખો ખંખેરનાર નકલી IASને પોલીસે દબોચ્યો

ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીને તોડ કર્યા.
 
રિપોર્ટ@ગુજરાત: DEOનો નકલી લેટરપેડ છપાવી લાખો ખંખેરનાર નકલી IASને પોલીસે દબોચ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં નકલી અધિકારીઓના બનાવો ખુબજ વધી ગયા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે બે ઇનોવા ભાડે લીધી.

ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીને તોડ કર્યા. મોરબીમાં રહેતો આ ઠગ આટલેથી ના અટક્યો તેણે અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને લાખો રુપિયા ખંખેરી લીધા.

હવે આ બાબતેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ઠગ મેહુલ શાહની ધરપકડ કરાઇ છે.