રિપોર્ટ@રાજકોટ: માલવિયા ચોક નજીક આવેલ હાઈડ્રીમ સ્પામાં પોલીસે દરોડો પાડ્યો, સંચાલક સામે ગુનો નોંધાયો

નોંધણી વગર થેરાપીસ્ટ રાખતા 

 
રિપોર્ટ@રાજકોટ: માલવિયા ચોક નજીક આવેલ હાઈડ્રીમ સ્પામાં પોલીસે દરોડો પાડ્યો, સંચાલક સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર  ડોટ કોમ, ડેસ્ક 

 માલવિયા ચોક નજીક આવેલ હાઈડ્રીમ સ્પામાં પોલીસે દરોડો પાડી નોંધણી વગર મસાલ થેરાપીસ્ટ રાખતા સંચાલક સામે ગુનો નોંધાયો હતો. દરોડાની વિગત અનુસાર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.વી. લુવા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે માલવિયા ચોકમાં આવેલ પ્રમુખસ્વામી આર્કેટના બીજા માળે ઓફીસ નં.201માં ચાલતા હાઈડ્રીમ સ્પામાં દરોડો પાડી તપાસ કરતા ત્યાં કામ કરતી મધ્યપ્રદેશની મસાજ થેરાપીસ્ટ મહિલાની પોલીસમાં નોંધણી કરાવેલ ન હોય જેથી પોલીસે સ્પાનાં સંચાલક ગંગારામ રાજુ ઠાકુર (રહે.

પુજારા પ્લોટ, નિલકંઠ એપાર્ટમેન્ટ નીચે ગ્રાઉન્ડ ફલોર) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.