રિપોર્ટ@પોરબંદર: વરસાદ અને ભારે પવનને લઈને 15થી વધુ વૃક્ષો ધરાશાયી, 2 કારને નુકસાન

2 કારને નુકસાન
 
રિપોર્ટ@પોરબંદર: વરસાદ અને ભારે પવનને લઈને 15થી વધુ વૃક્ષો ધરાશાયી, મકાનની છત ધરાશાયી, 2 કારને નુકસાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે ગણું બધું નુકશાન જોવા મળ્યું. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.આ ધોધમાર વરસાદ સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેને લઈને શહેરના યુગાન્ડા સહિતના વિવિધ વિસ્તારમાં વૃક્ષ ધરાશય થવાની ઘટના સામે આવી હતી.પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 15થી વધુ  વૃક્ષો ધરાશય બન્યા હતા શહેરના યુગાન્ડા રોડ ઉપર વૃક્ષ ધરાશય બનતા તેમની નીચે પાર્ક કરેલ બે મોટર કારને નુકશાન થયું હતું.પોરબંદર શહેરમાં વૃક્ષો ધરાશય બનવાની ઘટના બાદ પોરબંદરના ફાયર વિભાગે તાત્કાલિક વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં નુકશાની જોવા મળી રહી છે.પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ ઝુફળિયા વિસ્તારમાં એક બંધ મકાનની છત ધરાશય બની હતી.

જોકે આ મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભય વ્યાપી ગયો હતો અને તાત્કાલિક પોરબંદરના ફાયર વિભાગને જાણ કરી હતી.પોરબંદરના ફાયર વિભાગે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કામગીરી હાથ ધરી હતી.