રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢમાં કહ્યું- આતંકવાદ સામેની લડાઈ મજબૂત

ચંડીગઢમાં લાગુ કાયદા, ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનો ડેમો પણ જોયો.
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આતંકવાદીઓનાં હુમલાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 3 નવા કાયદાના અમલીકરણની સમીક્ષા કરી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે રહ્યા હતા. અહીં તેમણે ચંડીગઢમાં લાગુ કાયદા, ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનો ડેમો પણ જોયો.

પ્રથમ ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, નવા કાયદા બાદ આપણે અંગ્રેજોના જમાનાની ગુલામી ગુનાખોરી પ્રણાલીમાંથી મુક્તિ મેળવી છે. હવે 'તારીખ પે તારીખ'નો ખેલ ખતમ થઈ ગયો છે.

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે 'તારીખ પે તારીખ'ના દિવસો પૂરા થઈ ગયા છે. નવા કાયદા આતંકવાદ સામેની લડાઈને મજબૂત બનાવશે. ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કાયદાકીય અવરોધો દૂર કરવામાં આવશે.