રિપોર્ટ@નર્મદા: સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સરદાર પટેલ જન્મ જયંતિ છે. સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યાં છે.
વડાપ્રધાનના આગમનની સાથે દિવાળીનું પર્વ હોવાથી પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં કેવડિયાની મુલાકાતે આવતા હોય છે જેને લઈને આ રંગબેરંગી લાઈટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે. જેનો ડ્રોન નજારો સામે આવ્યો છે.
આજથી PM મોદી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે સાડાપાંચ વાગે PM વડોદરા એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી કેવડિયા પહોંચી 280 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડ નિહાળશે.