રિપોર્ટ@ગુજરાત: આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે ધારાસભ્ય અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી

અન્ય નેતાઓએ મધ્યસ્થી કરી બંનેને  શાંત પાડવાનો પ્રયાસ કર્યો
 
રિપોર્ટ@ગુજરાત: આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે ધારાસભ્ય અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવા વર્ષમાં રાધનપુર ભાજપ દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થતા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. ધારાસભ્ય અને ભાજપના નેતા વચ્ચે બોલાચાલીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

નવા વર્ષ  નિમિતે રાધનપુર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી  ઠાકોર સહિતના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ  ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં બેસમાં મુદ્દે પૂર્વ તાલુકા સદસ્ય જયંતિજી ઠાકોર અને ધારાસભ્ય  લવિંગજી ઠાકોર વચ્યે કોઈ કારણોસર બોલચાલી થઇ હતી. 

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જ લવિંગજી અને જયંતિજી  વચ્ચે બોલાચાલી  થતા ઉપસ્થિત  અન્ય આગેવાનો ચોકી ઉઠ્યા હતા. બોલાચાલી વધુ ઉગ્ર બને તે પહેલા તે પહેલાજ  અન્ય નેતાઓએ મધ્યસ્થી કરી બંનેને  શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

આ બાબતે લવીંગજી ઠાકોરે  જાણાવ્યું હતું કે, કોઈ માથાકૂટ થઇ હતી. કાર્યક્રમ બાદ સર્કિટ હાઉસમાં મહેમાનો માટે જમણવાર હતો ત્યારે તેમને મહેમાનો બાદ  જમવાનું કહેતા ઉશ્કેરાયા હતા.