રિપોર્ટ@રાજકોટ: 2 સગીરાની છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
 
ધરપકડ@જામનગર: 2 કરોડની સોપારી લઈ હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર છેડતીના  બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેડતીની ઘટના સામે આવતી હોય છે.  

વાવડી વિસ્તારમાં 80 ફૂટના રોડ ઉપર બે કોમ્પ્લેક્સમાં એક અજાણ્યા વિકૃત શખ્સે ધસી જઈ બે તરૂણીની છેડતી કરતા વિસ્તારના વાલીઓમાં ફફડાટ સાથે ભય ફેલાયો હતો. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી પુનિતનગર પાછળ મટુકી રેસ્ટોરન્ટ પાછળ રહેતાં મુકબધીર રૂમિત ઘેલાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, વાવડી વિસ્તારમાં 80 ફૂટના રોડ પર રહેતી 14 વર્ષની તરૂણી ગઈ તા.9ના રોજ રાત્રે પોતાના 10 વર્ષના ભાઈ અને અન્ય બાળકો સાથે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફલોર પર રમી રહી હતી ત્યારે ત્યાં ધસી આવેલા અજાણ્યા શખ્સે તરૂણીનું ગળું પકડી, ચેનચાળા કર્યા બાદ તેને નીચે પાડી દઈ દોડીને ભાગી ગયો હતો. આ ઘટનાક્રમને કારણે તરૂણી ડઘાઈ ગઈ હતી અને ખૂબ જ રડવા લાગી હતી.

તે વખતે તેના માતા-પિતા બહાર ગયા હતા. બાદમાં બનાવ અંગે જાણ થતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા. તે વખતે પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. તેની પુત્રીએ રડતા-રડતા આપવિતી જણાવી હતી. જેથી વિસ્તારના રહીશોએ સીસીટીવી કેમેરા ચેક કરતાં અજાણ્યો શખ્સ છેડતી કરતાં જોવા મળ્યો હતો. જેથી તરૂણીના વાલીઓ આજે તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા.

તે વખતે જાણવા મળ્યું હતું કે, 80 ફૂટના રોડ પર જ આવેલા અન્ય એક બિલ્ડીંગમાં પણ ગઈ તા. 11ના રોજ અજાણ્યા શખ્સે 11 વર્ષની તરૂણીની છેડતી કરી હતી. આ શખ્સે તે તરુણીનો હાથ પકડી લીધા બાદ તેને ઈશારાથી સેલરમાં આવવાનું કહ્યું હતું સદનસીબે પાડોશીઓ આવી જતાં તે શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો.

આ કોમ્પ્લેક્સના સીસીટીવી ચેક કરતાં ગઈ તા. 9ના રોજ તરૂણીની છેડતી કરનાર શખ્સ જ હોવાનું સ્પષ્ટ થતાં તેના વિરૂદ્ધ આજે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરિયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.ટી.ગોહિલની રાહબરીમાં પીએસઆઇ સાકરીયા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતાં તે જ વિસ્તારમાં પુનિતનગર પાછળ મટુકી રેસ્ટોરન્ટ પાછળ સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં રૂમિત સુરેશ ધેલાણી (ઉ.વ.24) નામના મુકબધીર શખ્સની ધરપકડ કરી હતી. આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાલુકા પોલીસને હવાલે કરાતાં સ્ટાફે તબીબની મદદથી વધુ પૂછતાછ હાથ ધરવામાં આવશે.