રિપોર્ટ@રાજકોટ: પૈસાની લેતીદેતી બાબતે યુવાન પર 3 શખ્સોએ હૂમલો કર્યો

પોલિસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
 
રિપોર્ટ@રાજકોટ: પૈસાની લેતીદેતી બાબતે યુવાન પર 3 શખ્સોએ હૂમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મારામારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખતા હોય છે. રાજકોટના ઠક્કરબાપા હરિજનવાસ શેરી નંબર-6માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મયુર ઉર્ફે ખોડો હમીર શિંગાળાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પોતાના ઘર પાસે હતા.

ત્યારે ઠક્કરબાપા હરિજનવાસમાં જ રહેતા બાલા ભીમજી પરમાર, વિકાસ હરેશ પરમાર અને સાગર હરેશ પરમારે હુમલો કર્યો હતો. જેમાં યુવાને જણાવ્યું હતું કે, બાલા પરમાર રૂપિયા માંગતો હોવાથી બોલાચાલી થઈ હતી.

જેઓ ફરિયાદીને ઢિક્કાપાટુનો માર મારતા હતા. તે દરમિયાન વિકાસે તલવાર કપાળમાં મારી દીધી હતી અને બાદમાં સાગરે માથાના ભાગે છરી મારી દીધી હતી. જેથી પ્રદ્યુમનનગર પોલિસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.