રિપોર્ટ@રાજકોટઃ આજી ડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મોત નીપજ્યા, એક લાપતા, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે

ડેમમાં મૃત્યુ પામેલા 3 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેરમાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટના આજી ડેમમાં 4 લોકો ડૂબી જતા 3 મોત નીપજ્યા છે. જ્યારે એક હજી લાપતા હોય ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ 4 લોકો આજીડેમના પાણીમાં વાહન ધોવા માટે ગયા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. 4 લોકો ડૂબ્યાની જાણ થતા ફાયરબ્રિગેડ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ લોકોની લાશ બહાર કાઢી લેવામાં આવી છે. જ્યારે એક વ્યકિત હજી પણ લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

ડેમમાં મૃત્યુ પામેલા 3 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેઓના નામ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા છે. આ લોકો ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.