રિપોર્ટ@રાજકોટ: આલણ સાગર તળાવમાં નાહવા પડેલા 4 કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે.રાજકોટના જસદણ પાસે આવેલા બાખલવડના આલણ સાગર તળાવમાં રવિવારે નાહવા પડેલા 4 કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર જસદણ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
રવિવારની રજા હોવાથી 4 મિત્રો સાઈકલ લઈને તળાવમાં ન્હાવા ગયા હતા. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ચારેયના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે લાંબી શોધખોળ બાદ અંતે ચોથા બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તળાવના કિનારેથી મળી આવેલી સાયકલ અને કપડાં જોઈ પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેનાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલા બાખલવડના આલણ સાગર તળાવમાં રવિવારે નાહવા પડેલા 4 કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર જસદણ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
રવિવારની રજા હોવાથી 4 મિત્રો સાઈકલ લઈને તળાવમાં ન્હાવા ગયા હતા. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ચારેયના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે લાંબી શોધખોળ બાદ અંતે ચોથા બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તળાવના કિનારેથી મળી આવેલી સાયકલ અને કપડાં જોઈ પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેનાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક પ્રશાસન સ્થળ પર પહોંચી ગયું હતું. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકસાથે 4 માસૂમોના મોતથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
મૃતક કિશોરો
આ દુર્ઘટનામાં 4 કિશોરો જીવ ગુમાવ્યાં છે.
રામુ ભાયા રાઠોડ
કાળુ ભરત રાઠોડ
રાજવીર સામત રાઠોડ
કિશન મનસુખ રાઠોડ