રિપોર્ટ@રાજકોટ: કેનાલમાંથી પાણી કાઢવા મામલે 2 જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયું, 6 ઘાયલ

19 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 
ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જેતપુરના રબારીકામાં કેનાલમાંથી પાણી કાઢવા મામલે બે જૂથ વચ્ચે સસસ્ત્ર અથડામણ થતાં છ લોકો ગંભીત રીતે ઘાયલ થયાં હતાં. તમામને સારવારમાં જેતપુર ખસેડયા હતાં. બનાવ અંગે વીરપુર પોલીસે 19 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે જેતપુરમાં રહેતાં પરસોતમભાઈ ઉર્ફે પીસો સવજીભાઈ ભડેલીયા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ ઉર્ફે છગન ભડેલીયા, પ્રતાપ લાલુ, હકુ માંકડ, સતીષ ચાંદ્રડ, અભય લાલુ, મયુર ચાંદ્રડ, અજય ચાંદ્રડ (રહે.

તમામ રબારીકા, જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને જેતપુર અને પીઠડીયા ગામની સીમમાં ખેતીની જમીન આવેલ છે તેમજ સેલુકા ગામની સીમમાં ખેતીની સોળ વીઘા જમીનમાં વાવેતર કરે છે.ગઇ તા. 13/02/2024 ના સાંજના સેલુકા ગામની સીમમાં આવેલ જમીનમાં ઘઉંનું વાવેતર કરેલ હોય અને બાજુમાંથી કેનાલ નીકળતી હોય, તે કેનાલમાં પાણીની મોટર મૂકી ઘઉંમાં પાણી વાળવાનું કામ કરતાં હતાં

ત્યારે કેનાલ પાસે સુરેશ ઉર્ફે છગન આવેલ અને તેને મોટર બંધ કરવાનું કહેતા જેથી તેને મોટર બંધ નહી થાય તેમ કહેતાં સુરેશ ઉર્ફે છગને રબારીકા ગામના સરપંચ પ્રતાપભાઈને ફોન કરી બોલાવેલ અને થોડીવારમાં સરપંચ પ્રતાપભાઇ, હકુભાઇ ઘસી આવેલ અને પ્રતાપભાઈ ગાળો બોલવા લાગેલ અને કહેલ કે, તારે મોટર ચાલુ જ રાખવી છે તેમ કહેતા તેમને કહેલ કે, તમે જો મોટર બંધ કરવાનું કહો તો હું મોટર બંધ કરી દવ છતાં ગાળો બોલતા હતા અને પ્રતાપએ કહેલ કે, હવે તો માથાકુટ કરવી જ છે કહીં તેને ફોન કરી માણસો બોલાવતા હતા.

ત્યારે ફરિયાદીના સંબંધી આવી જતાં સરપંચ સાથે સમજુતીની વાત કરતા હતા ત્યારે સતીષ ચાંદ્રડ, અભય લાલુ, મયુર ચાંદ્રડ, અજય ચાંદ્રડ અને અન્ય શખ્સો બાઇકમાં ઘસી આવેલ અને ત્યારે ફરિયાદીના સબધી સવજીભાઈ, ભરતભાઈ ઉર્ફે ભાયાભાઈ, કિશોરભાઈ, લાલજીભાઈ, રોહીત, રાજેશ ઉર્ફે પોપટ સહિતના કેનાલ પાસે એકઠાં થઇ ગયેલ હતા. ત્યારે ઘસી આવેલ સરપંચ સહિતના શખ્સોએ તેની પાસે રહેલ હથીયાર અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ તેમજ પાઇપ અને ધોકાથી હુમલો કરતાં ભરતભાઇ ઉર્ફે ભાયાભાઈ અને કિશોરભાઈને

તેમજ તેઓને અને તેમના બાપુજીને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધું સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હતાં.સામા પક્ષે જેતપુરના રબારીકા ગામે રહેતાં અભયભાઈ ઉર્ફે અભો કનુભાઈ લાલુ (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાયા બચુ ભડેલીયા, રાજેશ ઉર્ફે પોપટ રામજી ભડેલીયા, રોહીત ભાયા ભડેલીયા, દીપક ઉર્ફે દીપો કાનજી ભડેલીયા, ઘનશ્યામ ઉર્ફે ઘનો કાનજી ભડેલીયા, કાનજી બચુ ભડેલીયા, સવજી બચુ ભડેલીયા, લાલજી ભાયા ભડેલીયા, મહેશ કાનજી ભડેલીયા, પરસોતમ સવજી ભડેલીયા, કિશોર બચુ ભડેલીયા (રહે. સેલુકા, જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરે છે.

ગઈ તા.13/02 ના સાંજના તે લગ્ન પ્રશંગમાં હતો ત્યારે સરપંચ પ્રતાપભાઈનો ફોન આવેલ કે, સેલુકા ગામની સીમમાં પરસોત્તમ ભડેલીયાએ કેનાલમાં મોટર ઉતારી પાણી કાઢે છે જેથી આપણે કેનાલે જવાનું છે જેથી તેઓ મયુરભાઈ, સતીશભાઈ બંનેએ સેલુકા ગામની સીમમાં આવેલ કેનાલ કાંઠે જતાં સુરેશ ઉર્ફે છગન ભડેલીયા અને પ્રતાપભાઈ હાજર હતા. તેમજ સેલુકા ગામના ભાયાભાઈ ભડેલીયા, રાજેશ ઉર્ફે પોપટ ભડેલીયા, રોહિત ભડેલીયા સહિતના સામ સામે ગાળો બોલતા હોય અને તેઓ પ્રતાપ કાકા પાસે જતા આરોપીઓ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ભાયાભાઈએ લોખંડનો પાઈપ માથાના પાછળના ભાગે ઝીંકી દિધો હતો. તેમજ રાજેશ ઉર્ફે પોપટે ધારીયાથી ઘા કરતાં હાથની હથેળીમાં લાગતાં તે નીચે પટકાયો હતો.તેમજ તેની સાથે રહેલ સતીશને પકડી તેને પણ માથામાં ધારીયુ ઝીંકી દિધું હતું. તેમજ ધોકા અને પાઈપથી તમામ આરોપીઓ તૂટી પડ્યા હતાં. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સારવારમાં જેતપુર બાદ જૂનાગઢ ખસેડયા હતાં.બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી વીરપુર પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ 19 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.